Saurashtra Satya
વિશેષ

Motivational Quotes in gujarati – ગુજરાતી સુવિચાર

એક સુખી જીવન જીવવા માટે
માણસને “સાધુ” નહી “સીધુ”
થવાની જરૂર છે
અને યોગી થવાની નહિ પણ
ઉપયોગી થવાની જરૂર છે .
વિશ્વાસ કરો કે જ્યારે આપણે કોઈનુ સારું
કરી રહ્યા હોય છે ત્યારે
આપણે માટે પણ ક્યાંક
સારું થઈ રહ્યું હોય છે
સબંધોનો ખોટો ઉપયોગ
ક્યારેય ન કરશો
સારા લોકો જીવનમાં
વારેઘડીએ નહિ આવે
જન્મથી કોઈ મિત્ર કે દુશ્મન પેદા થતા નથી,
તે આપણાં ઘમંડ, તાકાત અને વ્યવહારથી બને છે …
મુશ્કેલ કામ પણ સરળ થઈ જાય છે, જ્યારે
આપણે મુશ્કેલી કરતા વધારે મહેનત ઉપર ધ્યાન આપીએ છીએ
સુખ તો સવાર જેવું હોય છે સાહેબ,
માંગવાથી નહીં જાગવાથી મળે છે !!
સંકટ સમયે હિંમત રાખવી,
એ અડધી લડાઈ જીતવા બરાબર છે !!
ચર્ચા જીતવા માટે નહીં,
શીખવા માટે કરવી જોઈએ !
આપણા પોતાના વિચારો જ આપના પરમ મિત્ર છે, અને તે જ આપણા ભયંકર શત્રુ પણ.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More