હિમાચલના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા છે. સ્થાનિક લોકોના ઘરો પણ ધોવાઈ ગયા હતા. શિમલા અને કુલ્લુમાં ભારે વરસાદને કારણે ઘણા પ્રવાસીઓ અટવાયા છે. હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળ ફાટવાના કારણે 8 લોકોના મોત થયા છે. 50 થી વધુ લોકો ગુમ છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેને લઈને સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. ભારે વરસાદ બાદ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. બધી પહાડી નદીઓ તોફાની છે. પ્રવાસીઓને ભારે વરસાદમાં બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે.

