મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન થયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં વિમાન આગની લપેટમાં જોવા મળી રહ્યું છે. આ દ્રશ્ય હૃદયદ્રાવક છે. ઉલ્લેખનીય છે કે આ વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોત થયા હતા.
ક્યારે થયુ પ્લેન ક્રેશ ?
પ્લેન ક્રેશ એ સમયે થયુ, જ્યારે ડિપ્ટી સીએમ અજીત પવારનુ વિમાન પુણેના બારામતી વિસ્તારમાં ઉતરી રહ્યુ હતુ. વિમાન એકદમ બળીને ખાખ થઈ ગયુ. વિમાનમા એક બોડીગાર્ડ, એક કેબિન ક્રૂ અને 2 કેપ્ટન હતા. આ દુર્ઘટનામાં વિમાન સવાર પાંચેય લોકોનુ મોત થઈ ગયુ.

