ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ લોકો ઠંડા પીણાં, આઈસક્રીમ, શેરડીના રસ વગેરે પર મારો ચલાવી રહ્યા છે.
ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ લોકો ઠંડા પીણાં, આઈસક્રીમ, શેરડીના રસ વગેરે પર મારો ચલાવી રહ્યા છે.
અમદાવાદમાં વિવિધ સ્થળોએ શેરડીનો રસ વેચાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે જેવા રાજ્યોમાંથી શેરડીનો રસ કાઢતાં વેપારીઓ અહિં આવે છે અને જૂન મહિના સુધી ધંધો કરે છે.
આ વેપારીઓ લોકોને રોજ ઠંડો અને મીઠો શેરડીનો રસ પીવડાવી શાતા આપે છે. આ વેપારીઓનું કહેવું છે કે ગરમીમાં એક દિવસના 100થી 400 જેટલા ગ્લાસ વેચાય છે. નોકરિયાત વર્ગના લોકો હોય કે કામથી બહાર નીકળેલા લોકો તેઓ રાહત મેળવવા શેરડીનો રસ પીવાનું પસંદ કરે છે.