Gandhinagar News: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર અને નવી નિમણૂકો ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે પોલીસ બેડામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત કુલ 10 પોલીસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો બહાર પાડવામાં આવ્યા છે, જેમાં 4 નવા IPS અધિકારીઓની નિમણૂક અને 6 SPS (રાજ્ય પોલીસ સેવા) ના અધિકારીઓની બદલીનો સમાવેશ થાય છે.
4 યુવા IPS અધિકારીઓને ASP તરીકે સ્વતંત્ર ચાર્જ વર્ષ 2023 અને 2024 ની બેચના 4 યુવા IPS અધિકારીઓને પ્રોબેશન પૂર્ણ કર્યા બાદ પ્રથમ વખત સ્વતંત્ર આસિસ્ટન્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ (ASP) તરીકે મહત્વની જવાબદારી સોંપાઈ છે.
– માનસી આર. મીના: વિરમગામ (અમદાવાદ)
– મૌસમ મહેતા: દિયોદર (વાવ-થરાદ)
– પ્રખર કુમાર: ખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)
– કરણકુમાર પન્ના: લીમખેડા (દાહોદ)
6 સિનિયર SPS અધિકારીઓની SRPF ગ્રુપમાં બદલી
બઢતી મળ્યા બાદ જે સિનિયર SPS અધિકારીઓનું પોસ્ટિંગ બાકી હતું, તેવા 6 અધિકારીઓને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ના વિવિધ ગ્રુપમાં કમાન્ડન્ટ અને એક્સ-કેડરની જગ્યાઓ પર નવી નિમણૂકો આપવામાં આવી છે. ગૃહ વિભાગના મુખ્ય સચિવ સંજીવ કુમારની સહીથી રાજ્યપાલના નામે આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
SRPF ના નવા નિયુક્ત કમાન્ડન્ટ્સની વિગત નવા આદેશ મુજબ
બદલી પામેલા સિનિયર અધિકારીઓની યાદી નીચે મુજબ છે:
– જે.આઈ. વસાવ: SRPF ગ્રુપ 9, વડોદરા (અગાઉ વડોદરા ટ્રાફિક DCP)
– ડી.એમ. ચૌહાણ: SRPF ગ્રુપ 3, મડાણા – બનાસકાંઠા (અગાઉ વિસનગર)
– પ્રકાશકુમાર રાવલ: SRPF ગ્રુપ 4, પાવડી – દાહોદ
ALSO READ:
SRPF ના અન્ય કમાન્ડન્ટ્સનું નવું પોસ્ટીંગ
અન્ય 3 સિનિયર અધિકારીઓને પણ SRPF ના જુદા જુદા ગ્રુપમાં કમાન્ડન્ટ તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે:
– બી.એલ. દેસાઈ: SRPF ગ્રુપ 5, ગોધરા (અગાઉ ગોધરા હેડ ક્વાર્ટર SP)
– એચ.પી. દોશી: SRPF ગ્રુપ 13, રાજકોટ (અગાઉ જૂનાગઢ PTC SP)
– એલ.બી. ઝાલા: SRPF ગ્રુપ 11, વાવ-સુરત (અગાઉ સુરત F ડિવિઝન DCP)

