નાણામંત્રી સીતારમણે અમેરિકામાં કહ્યું, મોદીના નેતૃત્વથી ભારત ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા બન્યું. IMF, વિશ્વ બેંકે સ્વીકાર્યું. તેઓ સ્ટેનફોર્ડમાં ભાષણ, G20 બેઠકોમાં ભાગ લેશે, પેરુ જશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “દૂરદર્શી નેતૃત્વ” અને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સ્થિરતાને કારણે ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે.
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય મૂળનાં લોકોને સંબોધતા નાણાં મંત્રીએ કહ્યું હતું કે, ” ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે એ હકીકતને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ-આઇએમએફ અને વિશ્વ બેંક પણ સ્વીકારે છે.”.
સુશ્રી સીતારમણ અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે છે. ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ આજે સાન ફ્રાન્સિસ્કો તેમનું સ્વાગત કર્યું હતું
અમેરિકાની યાત્રા દરમિયાન નાણા મંત્રી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં મુખ્ય ભાષણ આપશે અને સાન ફ્રાન્સિસ્કોમાં સીઇઓ સાથે રોકાણ અને ટેકનોલોજીકલ પ્રગતિ પર ચર્ચા કરશે.
વોશિંગ્ટન ડીસીમાં તેઓ આઇએમએફ અને વિશ્વ બેંકની બેઠકો અને જી-20ના નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠકોમાં ભાગ લેશે. તેઓ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સાઉદી અરેબિયા અને અન્ય દેશોના સમકક્ષો તેમજ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓના ટોચના અધિકારીઓ સાથે પણ દ્વિપક્ષી વાટાઘાટો કરશે.
.

