Saurashtra Satya
દુનિયા

 કરતારપુર કોરિડોર બંધ: ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષા પગલું

ઓપરેશન સિંદૂર બાદ કરતારપુર કોરિડોર આજે બંધ. ભારત-પાક. વચ્ચે વિઝા-મુક્ત યાત્રા માર્ગ બંધ કરાયો, સુરક્ષા કારણોસર નિર્ણય. 2019માં ગુરુ નાનકદેવજીની 550મી જન્મજયંતિ પર સ્થપાયેલ કોરિડોરની વધુ વિગતોની રાહ.

 

પાકિસ્તાનમાં ગુરુદ્વારા દરબાર સાહિબની યાત્રા માટે ખોલવામાં આવેલી કરતારપુર કોરિડોરને બંધ કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ જલંધરના અમારા સંવાદદાતાને પુષ્ટિ કરી છે કે, કોરિડોરને આજ પૂરતી બંધ કરવામાં આવી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

કરતારપુર કોરિડોર ભારત અને પાકિસ્તાન વચ્ચે વિઝા મુક્ત યાત્રા કરવા માટેનો માર્ગ છે. આ માર્ગ દ્વારા ભારતીય યાત્રીઓ પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્વારાની મુલાકાતે જાય છે, જ્યાં શ્રી ગુરુ નાનક દેવજીએ તેમનાં જીવનનાં અંતિમ વર્ષો પસાર કર્યા હતા. 2019માં ગુરુ નાનકદેવજીની 550મી જન્મજયંતી પ્રસંગે આ કોરિડોર સ્થાપિત કરવામાં આવી હતી.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More