Saurashtra Satya
ભારત

રાજ્યવાસીઓને ગરમીમાંથી મળશે રાહત

હવામાન વિભાગની આગાહી : આગામી બે દિવસ મહતમ તાપમાનમાં 02 થી 03 ડીગ્રીનો ઘટાડો, ગરમીથી મળશે આંશિક રાહત

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં રાજ્યના મહતમ તાપમાન 02 થી 03 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની સંભાવના છે. ત્યારબાદ તેમાં ફરી 02 થી 03 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આગામી 15 થી 17 એપ્રિલ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છ રિઝનમાં મહતમ તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. તાપમાનમાં ઘટાડાનું કારણ બદલાયેલ પવનની દિશા છે. પહેલા ઉત્તર પશ્ચિમના પવનો હતા. હવે દક્ષિણ પશ્ચિમના છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ રિઝનના કેટલાક સ્થળોએ 15 થી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 15 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ ખાતે હીટવેવને પગલે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. 16 અને 17 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટ ખાતે હીટવેવને પગલે યલો એલર્ટની જાહેરત કરવામાં આવી છે.

આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. તો રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. છેલ્લા 24 કલાક દરમિયાન કંડલા એરપોર્ટ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ તેમજ ગાંધીનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More