ટ્રમ્પની પીછેહઠ અને મજબૂત વિદેશી સંકેતોના જોરે સેન્સેકસ 1550 અંકોના ઉછાળે 76,700 તો નિફટી 500 અંકોના ઉછાળે 23,300ના લેવલે કામકાજ કરી રહ્યાં છે.
ભારતીય શેરબજારમાં નવા સપ્તાહે શાનદાર તેજી જોવા મળી રહી છે. ટ્રમ્પની પીછેહઠ અને મજબૂત વિદેશી સંકેતોના જોરે સેન્સેકસ 1550 અંકોના ઉછાળે 76,700 તો નિફટી 500 અંકોના ઉછાળે 23,300ના લેવલે કામકાજ કરી રહ્યાં છે.
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપમાં પણ અઢી ટકાની તેજી છે…. સોના-ચાંદીમાં આજે ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. બંને મેટલ અનુક્રમે 93,300 અને 95,000 આસપાસ બોલાઈ રહ્યાં છે….
રૂપિયો આજે પણ 37 પૈસા વધીને ડોલરની સામે 85.67 પર 2 સપ્તાહની ટોચે પહોંચ્યો છે….

