શહેર પોલીસ અનેક એક ખાનગી કંપની દ્વારા સ્કૂલોના શિક્ષકો તથા સામાન્ય નાગરિકો માટે હેલ્મેટનું વિતરણ કરાયું હતું.
સુરત શહેરમાં હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ અનેક એક ખાનગી કંપની દ્વારા સ્કૂલોના શિક્ષકો તથા સામાન્ય નાગરિકો માટે હેલ્મેટનું વિતરણ કરાયું હતું. તેમજ જનજાગૃતિ માટે મોડીફાઇડ હેલ્મેટ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તબક્કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, હેલ્મેટના કડક અમલને કારણે અકસ્માતના કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. તેની સાથે અકસ્માતમાં થતાં મોતની સંખ્યા પણ ઘટી છે.

