પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ, 32 લાખ કરોડ રૂપિયાની 52 કરોડ લોન મંજૂર કરવામાં આવી છે. 2015માં શરૂ થયેલી આ યોજના નાના ઉદ્યોગોને જામીનગીરી વગર
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં 32 લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની 52 કરોડથી વધુ લોન મંજૂર કરવામાં આવી છે.
આ યોજના 2015 માં બિન-કોર્પોરેટ, બિન-ખેતી, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને દસ લાખ રૂપિયા સુધીની જામીનગીરી વગરની લોન પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય નાણાકીય સમાવેશને સરળ બનાવવા અને ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવાનો હતો.
આ યોજના હેઠળ, ત્રણ શ્રેણીઓની લોન આપવામાં આવી રહી છે. આમાં 50 હજાર રૂપિયા સુધીની લોનનું શિશુ, પાંચ લાખ રૂપિયા સુધી કિશોર અને 10 લાખ રૂપિયા સુધીની લોનનો સમાવેશ થાય છે. લગભગ 70 ટકા મુદ્રા લોન મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા લેવામાં આવી છે.

