RCB vs CSK Score: IPL 2026 ની 11મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં RCB એ ચેન્નાઈને 43 રનથી હરાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા RCB એ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 250 રન બનાવ્યા હતા. RCB તરફથી દેવદત્ત પડિકલ અને ટિમ ડેવિડે અડધી સદી ફટકારી હતી. પડિકલે 29 બોલમાં 50 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડે 25 બોલમાં 3 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 70 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ મેચમાં ચેન્નાઈના બોલરો ખૂબ મોંઘા સાબિત થયા હતા. 251 રનના જવાબમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ 19.4 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ચેન્નાઈ તરફથી સરફરાઝ ખાને સૌથી વધુ ૫૦ રન બનાવ્યા હતા, જ્યારે પ્રશાંત વીરે ૨૯ બોલમાં ૪૩ રનની ઇનિંગ રમી હતી.
RCB માટે ટિમ ડેવિડે 25 બોલમાં 8 સિક્સર ફટકારીને 70 રન બનાવ્યા. કેપ્ટન રજત પાટીદારે 48, ફિલ સોલ્ટે 46, વિરાટ કોહલીએ 28 અને દેવદત્ત પડિકલે 50 રનનું યોગદાન આપ્યું હતું. ભુવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે જેકબ ડફી અને કૃણાલ પંડ્યાને 2-2 વિકેટ મળી હતી. આ સાથે જ ભુવીએ IPLમાં પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી છે.
CSK તરફથી પ્રશાંત વીરે 43 અને જેમી ઓવરટને 37 રન બનાવ્યા હતા. બોલિંગમાં ઓવર્ટન, અંશુલ કંબોજ અને શિવમ દુબેને 1-1 વિકેટ મળી હતી. ચેન્નઈની ટીમ આ પહેલાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ સામે પણ હારી ચૂકી છે. બીજી તરફ, બેંગલુરુએ તેની પહેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.

