છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનના અણધાર્યા ફેરફારો જેમ કે કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને વાવાઝોડાંને કારણે ગુજરાતના ખેડૂતોને પાક નુકસાનના મોટા પડકારોનો સામનો કરવો પડ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાત સરકારે માત્ર આશ્વાસન આપવાને બદલે અન્નદાતાઓને સીધી આર્થિક મદદ પહોંચાડીને તેમની મુશ્કેલીઓ હળવી કરવાનું સરાહનીય કાર્ય કર્યું છે.
વર્ષ 2015-16થી 2025-26 સુધીના છેલ્લા એક દાયકામાં રાજ્ય સરકારે વિવિધ કૃષિ રાહત પેકેજો અને સહાય યોજનાઓ મારફતે અંદાજે 1.36 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ.22,733 કરોડની માતબર સહાય ચૂકવી છે. કુદરતી આફતોનો ભોગ બનેલા લાખો ખેડૂતો માટે આ સહાય માત્ર નાણાકીય મદદ ન બનતા, તેમના જીવનમાં ફરી નવો આત્મવિશ્વાસ જગાડવાનું માધ્યમ બની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ટેકનોલોજી અને પારદર્શિતાના સમન્વયથી આફત બાદ નુકસાનનું ઝડપી મૂલ્યાંકન કરવાની વ્યવસ્થા ઊભી કરી છે. આ આધુનિક સિસ્ટમને કારણે વહીવટી પ્રક્રિયા ઝડપી બની છે અને સહાયની રકમ કોઈપણ વચેટિયા વિના સીધી જ પ્રભાવિત ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
સરકારી સહાય કેવી રીતે જીવંત ઉદાહરણ બને છે તેનો પુરાવો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના આદરિયાણા ગામના ખેડૂત દેવરાજભાઈ સોલંકી છે. ગત વર્ષે કમોસમી વરસાદમાં તેમનો ચણાનો આખો પાક નષ્ટ થઈ જતાં પરિવાર આર્થિક સંકટમાં મુકાયો હતો, પરંતુ સરકાર તરફથી મળેલી રૂ.44,000ની તાત્કાલિક સહાયથી તેઓ ફરીથી વાવેતર કરી આર્થિક કટોકટીમાંથી ઉગરી શક્યા.
વર્ષ 2025-26નો સમયગાળો ગુજરાતના કૃષિ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે આ વર્ષે સરકારે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું હતું. ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનથી થયેલા નુકસાન સામે રાજ્યના રેકોર્ડબ્રેક 36.74 લાખથી વધુ ખેડૂતોને માત્ર એક જ વર્ષમાં કુલ રૂ.10,337 કરોડની સહાય ચૂકવીને સરકારે સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો.
છેલ્લા ૧૦ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો સરકારની કૃષિ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ દેખાય છે. વર્ષ 2015-16માં જ્યાં 1.82 લાખ ખેડૂતોને રૂ.279 કરોડ અપાtrackingયા હતા, ત્યાં ઉત્તરોત્તર વધારો કરીને વર્ષ 2019-20માં 33.18 લાખ ખેડૂતોને રૂ. 2,489 કરોડ અને છેલ્લે વર્ષ 2025-26માં સૌથી વધુ રૂ.10,337 કરોડની સહાય વિતરણ કરવામાં આવી છે.
ખેડૂતોને ચૂકવવામાં આવેલી કુલ રૂ.22,733 કરોડની મોટી રકમમાંથી રૂ.15,829 કરોડની ચૂકવણી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)ના નિયમો હેઠળ કરવામાં આવી છે. આ ઉપરાંત, નિયમોની મર્યાદા બહાર જઈને પણ ખેડૂતોના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે પોતાના ખાસ બજેટમાંથી અલગથી રૂ.6,904 કરોડનું મોટું આર્થિક યોગદાન આપ્યું છે.
કુદરતી આફતો આપણી સત્તા બહારની બાબત છે, પરંતુ મુશ્કેલીના સમયે હાથ લંબાવવો તે સરકારની ફરજ છે જે ગુજરાત સરકારે સુખદ રીતે નિભાવી છે. સમયસર મળેલી આ આર્થિક સુરક્ષા કવચને કારણે આજે રાજ્યનો અન્નદાતા વધુ સશક્ત, સુરક્ષિત અને આત્મબળ સાથે ખેતી તરફ આગળ વધી રહ્યો છે.

