Saurashtra Satya
ભારત

ભારતીય વિજ્ઞાન સંસ્થાના નિયામક પ્રો.રંગરાજનનો AIની સંભાવના અને જોખમો પર અંગુલી નિર્દેશ

આ દિક્ષાંત સમારોહમાં અદાણી યુનિવર્સિટીએ 2026ના બેચના વિદ્યાર્થીઓને 374ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાંના દસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ આપવામાં આવેલા પદકમાં પાંચ સુવર્ણ, ત્રણ રજત અને બે કાંસ્ય પદકનો સમાવેશ થાય છે.

સમારોહના અધ્યક્ષસ્થાનેથી અદાણી યુનિવર્સિટીના પ્રમુખ ડૉ.પ્રીતિ અદાણીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે આપણે ભાગ્યશાળી છીએ કે પ્રો.રંગરાજન આપણા મુખ્ય અતિથિ બન્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આપણે અદાણી યુનિવર્સિટીને સંશોધન-આધારિત અગ્રણી યુનિવર્સિટી બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ગણિત, સંશોધન અને શૈક્ષણિક નેતૃત્વમાં તેમનું વિશિષ્ટ યોગદાન આપણા સ્નાતક થતા વિદ્યાર્થીઓ તથા આપણા સૌ માટે  તેમનું માર્ગદર્શન ખૂબ મૂલ્યવાન છે.
પ્રો.રંગરાજને કહ્યું કે AI શિક્ષણ અને સંશોધનમાં અપાર શક્યતાઓ પૂરી પાડી પેચીદી સમસ્યાઓ ઉકેલવામાં અને વૈજ્ઞાનિક સંશોધનને વેગ આપવામાં મદદરૂપ થઈ શકે છે. પરંતુ તેના પરિણામો પ્રત્યે પણ આપણે સજાગ રહેવું જોઈએ.જ્યારે તસવીરો,વીડિયો અને માહિતી વાસ્તવિક લાગે તે રીતે તૈયાર કરી શકાતી હોય  ત્યારે સાચું શું છે તે કેવી રીતે જાણવું? તેમણે પ્રશ્ન કર્યો હતો કે ’’ટેક્નોલોજી આપણને ડિજિટલ રીતે નજીક લાવી રહી છે, ત્યારે શું આપણે એકબીજાથી વધુ દૂર થઈ રહ્યા છીએ? આપણે AIની ક્ષમતાઓનો સ્વીકાર કરવા સાથે એ પણ ગંભીરતાથી વિચારવું જોઈએ કે આપણે શું ગુમાવી શકીએ છીએ.ડૉ.પ્રીતિ અદાણીએ કહ્યું  હતું કે અહીં વાત ફક્ત એટલી નથી કે ઉદ્યોગ જગત યુનિવર્સિટીને જણાવે કે શું ભણાવવું જોઈએ. પરંતુ, વાસ્તવિક દુનિયાના પડકારજનક વાતાવરણના સંપર્કમાં આવવાથી એવા પ્રશ્નો જરુર ઉદ્ભવી શકે છે જે ઉદ્યોગ કે શૈક્ષણિક સંસ્થા, બંનેમાંથી કોઈ એકલા હાથે વિચારી શક્યા ન હોત..
તેમણે વધુમાં કહ્યું,ભારતે નોંધપાત્ર સ્તરે માળખાગત સુવિધાઓનું નિર્માણ કર્યું છે. હવે આપણે મોટા પાયે નવીનતા લાવતા નવા વિચારોને વિકસાવતા શીખવું પડશે.” તેમણે સમાજના સૌથી વંચિત વર્ગો સુધી પહોંચી શકે એવી ક્રાંતિકારી શોધ કે પહેલ પર કામ કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ રજૂ કરતા પ્રોવોસ્ટ પ્રો. ડૉ. ધવલ પૂજારાએ ફેકલ્ટી, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ઔદ્યોગિક ભાગીદારોના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે યુનિવર્સિટીના શૈક્ષણિક પાયાને મજબૂત કરવા, તેની સંશોધન ઇકોસિસ્ટમ  વિકસાવવા અને ઉદ્યોગ તથા સમાજ સાથે વધુ ગાઢ રીતે ભેગા મળી કામ કરવાના પ્રયાસોની રૂપરેખા રજૂ કરી કહ્યું હતું કે યુનિવર્સિટીનું દીર્ઘકાલીન લક્ષ્ય શિક્ષણ અને સંશોધન માટેની એક બહુ-વિષયક શિસ્ત સંસ્થા તરીકે વિકસવાનું છે, જે ભારતના વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી શકે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More