Saurashtra Satya
લાઈફ સ્ટાઈલ

મોર્નિંગ વોક સો દવાઓ કરતાં વધુ અસરકારક, જાણો કેટલા સમય સુધી અને કઈ ઝડપે ચાલવું જોઈએ ?

આજકાલ તબીબો ફિટનેસ પર ધ્યાન આપવાની સલાહ આપે છે. દરરોજ થોડી શારીરિક પ્રવૃત્તિ કરવાથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો. આ માટે દરરોજ ચાલવું જોઈએ. ખાસ કરીને મોર્નિંગ વોક માત્ર હૃદય અને દિમાગ માટે જ નહીં પરંતુ સમગ્ર સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. મોર્નિંગ વોક કરવાથી ઘણી ખતરનાક બીમારીઓ દૂર થઈ શકે છે. ઘણા સંશોધનોએ મોર્નિંગ વોકના જબરદસ્ત ફાયદાઓ જાહેર કર્યા છે.

 

જો તમે દરરોજ સવારે 1 કલાક મોર્નિંગ વોક કરો છો તો તમારી સરેરાશ ઉંમર વધે છે. તમારા લાંબા જીવન દરમિયાન ઘણી બીમારીઓ પણ તમારાથી દૂર રહેશે. સવારે ચાલવાથી દિવસભર એનર્જી લેવલ હાઈ રહે છે. આ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વેગ આપે છે અને મગજના કાર્યમાં પણ સુધારો કરે છે. હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવવામાં પણ ચાલવું અસરકારક છે. ચાલો જાણીએ કે દરરોજ સવારે ચાલવાથી શું ફાયદા થાય છે અને કેટલા સમય સુધી ચાલવું જોઈએ?
મોર્નિંગ વોક વિશે શું કહે છે રિસર્ચ ?
વેબએમડીના એક અહેવાલ મુજબ, દરરોજ સવારે 1 કલાક ઝડપી ચાલવાથી આયુષ્યમાં 2 કલાકનો વધારો થાય છે. જો તમે 1 કલાક સુધી ચાલી શકતા ન હોવ તો દરરોજ 30 થી 45 મિનિટ અવશ્ય ચાલો. જો કે, ચાલવામાં તમારી ઝડપ પણ મહત્વ ધરાવે છે. તમારે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલવું જોઈએ. જો વોક લાઇટ બ્રિસ્ક વોક હોય તો તે વધુ ફાયદાકારક રહેશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More