Saurashtra Satya
વિશેષ

IPL 2025: મેચને લઇને અમદાવાદ પોલીસનું જાહેરનામુ

IPL 2025ની સિઝન ચાલી રહી છે. ગુજરાતના અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 માર્ચના રોજ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે સીધી ટક્કર જામશે. જે મેચને લઈ ખેલાડીઓ અમદાવાદમાં પણ આવી ગયા છે.

IPL 2025ની સિઝન ચાલી રહી છે. ગુજરાતના અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 માર્ચના રોજ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે સીધી ટક્કર જામશે. જે મેચને લઈ ખેલાડીઓ અમદાવાદમાં પણ આવી ગયા છે.

મળતી માહિતી પ્રમાણે, આ મેચને લઇને અમદાવાદ શહેરના કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તો કેટલાક રસ્તાઓ પર વાહન ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામુ પણ બહાર પાડ્યું છે. તો બીજી તરફ મેટ્રોનો સમય પણ લંબાવાયો છે.

તારીખ 25, 29 માર્ચ, 9 એપ્રિલ, 2જી મે અને 14 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ યોજાનારી છે. જેના પગલે GMRCએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6.20 વાગ્યાથી મધ્યરાત્રિના 12.30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

શહેરના જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More