Saurashtra Satya
ગુજરાત

મનસુખ સાગઠીયાની 21 કરોડની સંપતિ ટાંચમાં લેતી ED

♦ રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા સામે અગાઉ એસીબીએ આ પ્રમાણસર મિલકતનો કેસ કર્યો હતો

♦ સાગઠીયાની મિલકતો જપ્તીમાં લીધાના ઊઉના હુકમની નકલ રાજકોટની ખાસ એસીબી કોર્ટમાં મોકલાઈ: સંપતિ ટ્રાન્સફર અંગેનો કોઈ હુકમ ન કરવા સ્પે.પીપી એસ.કે.વોરા મારફત અરજી કરાઈ

ટીઆરપી ગેમઝોનના કેસમાં મુખ્ય સહઆરોપી ટાઉન પ્લાનીંગ અધિકારી મનસુખ સાગઠીયાની રૂ.21 કરોડની મિલ્કત પ્રિવેન્સન ઓફ મની લોન્ડરીંગ એકટની કલમ-5 હેઠળ જપ્તીમાં લીધા બાદ, ભષ્ટ્રાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ આગની કોઈ કાર્યવાહી ન કરવા દિલ્લીની એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટે રાજકોટની એ.સી.બી ખાસ અદાલતને લેખીત અરજ કરેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ ઓફીસર મનસુખ ધનજી સાગઠીયાની વરવી ભુમિકા જણાઈ આવતા તેઓ સામે એક સાથે 3 ફોજદારી કેસો નોંધાયેલા હતાં. જેમાં ભષ્ટ્રાચાર નિવારણ કાયદા હેઠળ એક કેસ અને ભારતીય દંડ સહિતા હેઠળ બે કેસો છે.

આ કેસોની તપાસ દરમ્યાન જણાવયેલ હતું. કે ટી.પી.ઓ. મનસુખ સાગઠીયાએ 28 કરોડની પ્રમાણસર મિલ્કતો ધારણ કરેલ છે. જે તેઓએ પોતાના પત્ની અને પુત્રના નામે વસાવેલ હતી તથા એક સ્થાવર મિલ્કતમાં તેમના પુત્ર કેયુરએ અલ્કેશ રણછોડભાઈ ચાવડા નામના વ્યકિત સાથે સહમાલીકી રાખેલ હતી.

આ કેસની જાણ એ.સી.બીએ એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટને કરેલ જેથી ઈ.ડી.એ તપાસ હાથ ધરી નિષ્કર્ષ કરેલ કે ટી.પી.ઓ સાગઠીયાએ પોતાના નામે તથા તેમના પત્ની ભાવનાબેન સાગઠીયા અને પુત્ર કેયુર સાગઠીયા તથા અલ્કેશ રણછોડ ચાવડા નામના વ્યકિતઓના નામે મિલ્કતો વસાવેલ છે.જેમાં સ્થાવર મિલ્કતો, જમીનો કિંમતી ઝવેરાતો તથા જુદી-જુદી બેંકોની ફીકસ ડીપોઝીટોનો સમાવેશ થાય છે ઈ.ડી.ની તપાસ દરમ્યાન આ મિલ્કતોની કિંમત રૂ.21,61,59,129/- થાય છે.

આ મિલ્કતો પી.એમ.એલ.એ. એકટ હેઠળ કલકીત ગણી તેને કલમ-5 હેઠળ ઈડીએ જપ્ત કરેલ છે હાલનો કેસ રાજકોટ એ.સી.બી.એ ભષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલ કરી આરોપીની મિલ્કત કોર્ટ કસ્ટડીમાં સોંપેલ છે. આ રીતે આ મિલ્કતો કોર્ટની કસ્ટડીમાં હોવાથી ઈ.ડી.એ.અરજી કરી અદાલતને જણાવેલ છે કે, પી.એમ.એલ એકટની કલમની કલમ-8 હેઠળ હાલનો કેસ દિલ્લી ખાતે એડજયુડીકેટીંગ ઓથોરીટી સમક્ષ ચાલવાપાત્ર હોય આ મિલ્કતો અગે ટ્રાન્સફર અંગેનો કોઈ હુકમ ન કરવા અરજ કરેલ છે.

આ મુજબની અરજી અગે ખાસ અદાલતે મનસુખ સાગઠીયા તથા પ્રોસીકયુશન બંન્નેને તા.12/05/2025ના રોજ હાજર રહેવા નોટીસ કરેલ હતી જેમાં પ્રોસીકયુશન તરફે તપાસનીશ અમલદાર પીઆઈ લાલીવાલ અને સ્પે.પી.પી.એસ.કે.વોરા હાજર રહેલા હતા.

પરંતુ મનસુખ સાગઠીયા વતી અદાલત સમક્ષ કોઈ હાજર થયેલ ન હતું.આ અંગેની આગળની કાર્યવાહી માટે અદાલતે આગામી મુદ્દત તા.26/05/2025ના રોજ રાખેલ છે.

આ કેસમાં સ્પે.પી.પી.તરીકે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે વોરા રોકાયેલ છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More