અમદાવાદ, ગુજરાત થલતેજમાં આવેલી ટાઈટેનિયમ બિલ્ડીંગના દસમા માળે આજે સવારે આગ ફાટી નીકળી હતી.
આગને કાબુમાં લેવામાં આવી હતી અને અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ આગ એટલી વિકરાળ હતી કે, 9, 10 અને 11માં માળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની માહિતી મળી રહી છે.

