BAPSસ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામનાપ્રાગટ્યોત્સવનીઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે ઉપક્રમેસવારે ૭:૩૦ થી ૮:૪૫ દરમ્યાનઠાકોરજીનીવૈદિક મહાપૂજાવિધિયોજાઈ હતી.જેમાં કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીના અધ્યક્ષ સ્થાને પૂજ્ય વિશ્વેશતીર્થ સ્વામીએ ઉપસ્થિત સૌને મહાપૂજા વિધિમાં જોડ્યા હતા. મહાપૂજાવિધિ બાદ સંતોએઠાકોરજીને જન્મોત્સવ પર્વેપંચામૃત અને કેસર જલાભિષેક કરી વધાવ્યા હતા.
ત્યારબાદ ૮:૪૫ થી ૯:૧૫ દરમ્યાન નીલકંઠવર્ણીમંડપમાંશ્રી નીલકંઠવર્ણીમહારાજનીકેસર જલાભિષેક વિધિ સાથે સહજાનંદ નામાવલીનોપાઠ યોજાયો હતો.આજના જન્મોત્સવ પર્વે ભક્તોએ ભગવાનના વિશિષ્ટ નૂતન શણગાર દર્શન અને શણગાર આરતી દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. ઉપસ્થિત ભક્તોએઅક્ષરપુરુષોત્તમમહારાજનેકેસર જળથી અભિષેક દ્વારા વધાવ્યા હતા.
આજે શ્રીરામ જન્મોત્સવે ભગવાન શ્રીરામચંદ્રજીની મૂર્તિનું પૂજ્ય સંતો દ્વારા વંદન અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું. ભગવાન શ્રીરામચંદ્રજીના દિવ્ય સ્વરૂપને વિવિધ ભોગ અને પંચાજરીનો પ્રસાદ અર્પણ કરી, સંતો-ભક્તોએબપોરે ૧૨ વાગ્યે શ્રીરામ જન્મોત્સવે આરતીનું ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.
સાંજે ૫ થી ૬ દરમિયાન શ્રી નીલકંઠવર્ણી અભિષેક મંડપમાંસ્વામિનારાયણમહામંત્રનીધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ૬ થી ૭ દરમિયાન મંદિર પર ઠાકોરજી સમક્ષ અન્નકૂટ થાળ ગાન તથા સંધ્યા આરતી યોજાઈ હતી.
રાત્રે ૭:૩૦ થી ૧૦ દરમ્યાન પ્રમુખસ્વામીસભાગૃહમાંભગવાન સ્વામિનારાયણ ૨૪૪મા જન્મોત્સવની વિશિષ્ટ સભા યોજાઈ હતી.જેમાં આધ્યાત્મિક માર્ગે ચાલતા મુમુક્ષુઓનેભગવાન શ્રી સ્વામિનારાયણનાપ્રેરણાદાયીચરિત્રો,ચિન્હો અને ચેષ્ટા દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણમાં કઈ રીતે જોડાવું એ માટે વિવિધ માધ્યમો દ્વારા માર્ગદર્શન પાઠવવામાં આવ્યું હતું.
આ જન્મોત્સવનીસભાના અંતમાં રાત્રે ૧૦ થી ૧૦:૩૦ દરમિયાન મંદિર અને મંદિર પરિસરમાં હજારો ભક્તોએશ્રીહરિ જન્મોત્સવની ભવ્ય સમુહ આરતી દ્વારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનાજન્મોત્સવની ઉજવણી કરી ઘનશ્યામ મહારાજનેપારણેઝુલાવવાનો અને સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. અંતમાં સૌ ભક્તો-ભાવિકોશ્રીહરિનાસંદેશ અને સ્મૃતિઓનેસંભારીભગવાનમાંજોડાવવાનાદૃઢ સંકલ્પ સાથે વિદાય થયા હતા.
સમગ્ર દિવસ દરમ્યાન કાલાવડ રોડ મંદિરે ૧૦,૦૦૦થી અધિક ભક્તો-ભાવિકોએઠાકોરજી અન્નકૂટ દર્શન અને વિશિષ્ટ સભાનો તેમજ રાજકોટમાંનિર્મિત વિવિધસંસ્કારધામોમાં ભક્તો-ભાવિકોએ અન્નકૂટ દર્શન અને આરતીનો લાભ લીધો હતો.

