CBSE 2025 Results: સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં સામેલ થયેલા ધોરણ 10 ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હવે પોતાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રીય માઘ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે CBSE તરફથી જલ્દીજ પરિણામ જાહેર કરવાની આશા છે. CBSE 2025 નું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. એકવાર જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના પરિણામો ચકાસી શકશે. જોકે, પરિણામ ક્યારે અને કયા સમયે જાહેર કરવામાં આવશે તે અંગે CBSE દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે CBSE બોર્ડની 10મી પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને 1 માર્ચે સમાપ્ત થઈ હતી. જ્યારે, 12 મા ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને 4 એપ્રિલ સુધી ચાલુ રહી હતી.

