Weather uodates– ગુજરાતનું હવામાન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, શિયાળાએ રાજ્યમાં પગ જમાવવાનું શરૂ કર્યું છે. જ્યાં નવેમ્બર મહિનાની શરૂઆતમાં ઠંડીના કોઈ સંકેત નહોતા ત્યારે હવે મહિનાના અંતે લોકો ઠંડીથી ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં સવાર-સાંજ લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.
રાજ્યના અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. 13.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. નલિયાનું તાપમાન શિમલાના તાપમાન જેટલું છે. શિમલામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી હવામાનની સ્થિતિ એવી જ રહેશે. ઘણા શહેરોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધવામાં આવી શકે છે.

