દિલ્લીએ ૧૬૪ રનનો લક્ષ્યાંક ૧૭.૫ ઓવરમાં પાર કર્યો. રાહુલે ૯૩ રન સાથે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. સ્ટબ્સે ૩૮ રન ઉમેર્યા. RCBના ભુવનેશ્વરે 2 વિકેટ લીધી.
આઈપીએલમાં ગઇકાલે દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું.
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં બેંગલુરુના ૧૬૪ રનના લક્ષ્યાંકના જવાબમાં, દિલ્હી કેપિટલ્સે ૧૭ ઓવર અને પાંચ બોલમાં ૪ વિકેટે ૧૬૯ રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સ માટે, કેએલ રાહુલે સૌથી વધુ અણનમ 93 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ 38 રન બનાવ્યા. બેંગ્લોર તરફથી ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી.
અગાઉ, બેંગલુરુએ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 163 રન બનાવ્યા હતા. કે એલ રાહુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
આઇપીએલમાં આજે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

