Pomegranate Peels Tea Benefits – રસદાર દાણાથી ભરપૂર દાડમ જેટલું સ્વાદિષ્ટ હોય છે તેના કરતાં અનેક ગણું ફાયદાકારક હોય છે. દાડમમાં એવા પોષક તત્વો હોય છે જે શરીરમાં લોહી વધારે છે અને ઈમ્યુનીટી ને મજબૂત બનાવે છે. દાડમ ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. દાડમનો રસ અનેક રોગોને દૂર કરવામાં પણ કારગર સાબિત થાય છે. જો તમે દાડમ ખાઓ છો, તો તે ડાયેટરી ફાઈબર, ઝીંક, પોટેશિયમ અને ઓમેગા -6 ફેટી એસિડ્સ પ્રદાન કરે છે. દાડમમાં પણ સારી માત્રામાં આયર્ન હોય છે. જો કે દાડમની સાથે તેની છાલ પણ ફાયદાકારક છે. હા, દાડમની છાલને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ, પરંતુ દાડમની છાલની ચા પીવાથી સ્થૂળતા ઓછી થાય છે અને શરીરમાંથી હાઈ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે.

