અરવલ્લી જિલ્લાના જિલ્લા સેવા સદનમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને દંડ ફટકારવામાં આવ્યો. રાજ્ય સરકારના આદેશ બાદ પોલીસએ ડ્રાઈવ શરૂ કરી, જેમાં ઘણી સરકારી અને ખાનગી ગાડીઓમાંથી બોર્ડ જપ્ત કરાયા.
અરવલ્લી જિલ્લામાં જિલ્લા સેવા સદન ખાતે ટ્રાફિક ના નિયમોનું પાલન નહીં કરતા કર્મચારીઓ અધિકારીઓને પોલીસે દંડ ફટકાર્યો. રાજ્ય સરકારના આદેશ બાદ સરકારી કર્મચારીઓને અધિકારીઓ ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા આદેશ કર્યો હતો, જેને લઇને પોલિસે ડ્રાઈવ યોજી હતી. આ ડ્રાઇવ દરમિયાન જિલ્લા સેવા સદન તેમજ જિલ્લા પંચાયતના પ્રવેશ દ્વાર પર ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવી હતી.
અહીં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા સરકારી કર્મચારીઓને દંડ કરવામાં આવ્યો હતો.આ સાથે જ ખાનગી એજન્સીઓમાં ચાલતી ગાડીઓમાં લગાવવામાં આવેલા ગવર્મેન્ટ ઓફ ગુજરાતના બોર્ડ પણ પોલીસે જપ્ત કર્યા હતા. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવિંગ યથાવત રહેશે.

