સમાન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. સૂચનો-મંતવ્યો મોકલવાની તા. ૨૪/૦૩/૨૦૨૫ હતી, જે હવે તા. ૧૫/૦૪/૨૦૨૫ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.
આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા.૧૫/૦૪/૨૦૨૫ના રોજ અથવા તે પહેલાં તેમના મંતવ્યો, સૂચનો અને રજૂ કરશે.

