Champions trophy 2025 – ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025માં રવિવારે દુબઈ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મૅચ રમાઈ હતી, જેમાં ભારતનો 44 રને વિજય થયો છે.
મૅચના હીરો મિડલ ઑર્ડર બૅટ્સમૅન શ્રેયસ અય્યર અને સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી રહ્યા. પહેલા શ્રેયસે ફિફ્ટી ફટકારી અને પછી વરુણે પાંચ વિકેટ ઝડપી. હવે ભારતીય ટીમે તેની સેમિફાઇનલ 4મી માર્ચે દુબઈમાં રમવાની છે. આ મુકાબલો ગ્રૂપ-બીમાં બીજા નંબરની ટીમ ઑસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે કે ચૅમ્પિયન્સ ટ્રૉફીની બીજી સેમિફાઇનલ 5 માર્ચના રોજ લાહોરમાં થશે. આ મૅચ ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે.
રવિવારે 9 માર્ચના રોજ ફાઇનલ રમાશે. જો ભારત સેમિફાઇનલ જીતે તો ફાઇનલ દુબઈમાં અને જો ભારત હારે તો ફાઇનલ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.

