Saurashtra Satya
મનોરંજન

યુવરાજ સિંહ પર બની રહી છે બાયોપિક – T-Series એ કરી જાહેરાત, કોણ ભજવશે યુવીનો રોલ !

ભારતને ટી20 વર્લ્ડકપ (2007) અને વનડે વર્લ્ડ કપ (2011) માં ચેમ્પિયન બનાવનારા સ્ટાર બેટ્સૢમેન અને ઓલરાઉંડર યુવરાજ સિંહ  (Yuvraj Singh)ના જીવનને સોનેરી પડદે ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભૂષણ કુમારની કંપની ટી-સીરીઝ એ મંગળવારે ભારતના આ પૂર્વ ક્રિકેટર પર ફિલ્મ બનાવવાનુ એલાન કર્યુ છે. ફિલ્મનુ નામ હજુ સુધી નક્કી થયુ નથી.

 

T-Series બનાવી રહ્યુ છે યુવરાજ સિંહની બાયોપિક
ભૂષણ કુમાર ની ટી-સીરીઝ કંપનીના બેનર હેઠળ બનનારી આ ફિલ્મના સહ-નિર્માતા રવિ ભાગચંદકા રહેશે. જો કે હાલ આ રહસ્ય પરથી પડદો નથી ઉઠ્યો કે છેવટે સિલ્વર સ્ક્રિન પર યુવરાજ સિંહની ભૂમિકા કોણ ભજવશે. એક પ્રેસ રીલીઝના મુજબ ફિલ્મમાં યુવરાજ  સિંહના ક્રિકેટ કરિયર અને વ્યક્તિગત જીવનના મહત્વપૂર્ણ ક્ષણ બતાવવામાં આવશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More