આજે 27 માર્ચે રાજ્ય સહિત વિશ્વમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાશે.
જીવંત નાટક થકી લોકોની વચ્ચે જવાનું એક સુંદર માધ્યમ એટલે રંગભૂમિ. આજે 27 માર્ચે રાજ્ય સહિત વિશ્વમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાશે.
વર્ષ 1960માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય રંગભૂમિ સંસ્થાન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી વિશ્વની રંગભૂમિ અને રંગમંચ પર અનેક નાટક રજૂ થયા છે. સાંભળીએ એક અહેવાલ.
સમગ્ર વિશ્વમાં રંગભૂમિ અને તેની સાથે જોડાયેલા કલાકારો, લેખકો, સંગીતકારો, નાટકના અનેક વિભાગ સાથે સંકળાયેલા કસબીઓને યાદ કરવાનો દિવસ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ નાટ્ય પરંપરાને જાળવી રાખવાનો, તેને આગળ વધારવાનો, નાટ્યકર્મીઓને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ શેરી નાટક, ભવાઈ, પપેટ શૉ જેવા પરંપરાગત માધ્યમો પ્રચાર-પ્રસાર માટે મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્ય સરકારનું માહિતી અને પ્રસારણ વિભાગ પણ સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા પરંપરાગત માધ્યમોનો સહારો લે છે…..

