મહેસાણા મહા નગર પાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી એક નવી પહેલ કરવામાં આવી હતી
મહેસાણા મહા નગર પાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી એક નવી પહેલ કરવામાં આવી હતી.મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ સ્થળે ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવનાર છે.
મહેસાણા શહેરમાં પ્રથમ વખત આ પ્રોજેકટનો અમલ કરવામાં આવ્યો છે.આ અગાઉ મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આ ટેકનોલોજી થકી દવા છંટકાવ કરવામાં આવ્યો હતો.

