Train accident in China- ગુરુવારે ચીનમાં એક મોટો અકસ્માત થયો. પરીક્ષણ માટે પાટા પર જઈ રહેલી એક ટ્રેન કામદારોના જૂથ સાથે અથડાઈ. અત્યાર સુધીમાં આ અકસ્માતમાં 11 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.
ગુરુવારે વહેલી સવારે, દક્ષિણપશ્ચિમ ચીનના યુનાન પ્રાંતની રાજધાની કુનમિંગના લુઓયાંગઝેંગ સ્ટેશન પર એક ટેસ્ટ ટ્રેન ટ્રેક પર જાળવણી કામદારો સાથે અથડાઈ. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા અને બે ઘાયલ થયા.

