Saurashtra Satya
દુનિયા

અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ હાજર ન હતા

યુએસ પ્રમુખ જો બાઈડન સોમવારે રાત્રે વ્હાઇટ હાઉસમાં ભવ્ય દિવાળી સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ દીપ પ્રગટાવીને સમારોહની શરૂઆત કરી હતી, જે આ પવિત્ર તહેવારનું મહત્વપૂર્ણ પ્રતીક છે. ભારતીય મૂળના 600 થી વધુ અમેરિકન નાગરિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં ધારાશાસ્ત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને સમુદાયના વિવિધ સભ્યોએ હાજરી આપી હતી.

 

રાષ્ટ્રપતિ બાઈડનનું ભાષણ
સમારોહ દરમિયાન સભાને સંબોધતા રાષ્ટ્રપતિ બાઈડનને કહ્યું, “મારા માટે એ ખૂબ જ સન્માનની વાત છે કે રાષ્ટ્રપતિ તરીકે મને વ્હાઇટ હાઉસમાં દિવાળીના કાર્યક્રમનું આયોજન કરવાની તક મળી છે.” તેમણે એ પણ નિર્દેશ કર્યો કે કેવી રીતે દક્ષિણ-એશિયન અમેરિકન સમુદાયે અમેરિકન જીવનના દરેક પાસાને સમૃદ્ધ બનાવ્યું છે.
બાઈડન આ સમુદાયની ભૂમિકાને સ્વીકારતા કહ્યું કે તે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો સમુદાય છે અને હવે વ્હાઇટ હાઉસમાં દિવાળી ગર્વથી ઉજવવામાં આવે છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More