મિલાન | આંતરરાષ્ટ્રીય અહેવાલ
ઇટાલીના મિલાન શહેરમાં વિન્ટર ઓલિમ્પિક 2026નો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો. રંગબેરંગી લાઈટ શો, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમારંભ આકર્ષક બન્યો હતો. વિશ્વભરના ખેલાડીઓએ પોતાના દેશના ધ્વજ સાથે પરેડમાં ભાગ લીધો.
આ ઓલિમ્પિકમાં બરફ પરની વિવિધ રમતો જેમ કે સ્કીઇંગ, આઈસ હોકી, ફિગર સ્કેટિંગ સહિતની રમતોમાં ખેલાડીઓ પોતાની કાબેલિયત રજૂ કરશે. આયોજકો મુજબ આ ઓલિમ્પિક રમતો રમતપ્રેમીઓ માટે યાદગાર બનશે.
~seema tiwari

