ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજે પૂર્ણ થવાની છે, જેમાં રીપો રેટ અંગે મહત્વનો નિર્ણય જાહેર થવાની શક્યતા છે. છેલ્લા કેટલાક સમયથી મહેંગાઈ દર, વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને ડોલરની સ્થિતિને કારણે RBI પર વિશેષ દબાણ છે.
આ બેઠકમાં RBI દ્વારા વ્યાજદર યથાવત રાખવામાં આવે કે ફેરફાર કરવામાં આવે તે અંગે ઉદ્યોગજગત, રોકાણકારો અને સામાન્ય જનતા આતુરતાથી રાહ જોઈ રહી છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં વ્યાજદર સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, જેથી આર્થિક વૃદ્ધિને વેગ મળી શકે.
RBIના નિર્ણયની સીધી અસર લોન, EMI, શેરબજાર અને બચત પર થવાની હોવાથી આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
-seema tiwari

