યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લાએ ભારત-પાક.ને સંયમ અને સંવાદથી તણાવ ઘટાડવા હાકલ કરી. લશ્કરી કાર્યવાહી ઘટાડી, શાંતિ-સ્થિરતા માટે યુએઈ તમામ પ્રયાસ કરશે તેમ જણાવ્યું.
યુએઈના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા અને તણાવ ઘટાડવા હાકલ કરી છે.
શેખ અબ્દુલ્લાએ લશ્કરી કાર્વયાહી ઘટાડીને દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતાને મજબૂત બનાવીને તણાવ ટાળવા માટે સંવાદ અને પરસ્પર સમજણ સ્થાપવા પર ભાર મૂક્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડવા માટે યુએઇ તમામ પ્રયાસ કરશે તેમ પણ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાને જણાવ્યું હતું..

