પંચમહાલ, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા તાજપુરા ખાતે ગાંવ ચલો અભિયાનનું આયોજન કરાયું
પંચમહાલ જિલ્લા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા હાલોલ તાલુકાના તાજપુરા ગામે ગ્રામ્ય જીવનદર્શન અનુભૂતિ 2025 અંતર્ગત બેઝ કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત કેમ્પમાં ઉપસ્થિત રહેલા વિધાર્થીઓને દરરોજ બે ગામોમાં લઈ જવામાં આવી રહ્યા છે.
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા ગ્રામ્ય જીવનદર્શન અનુભૂતિ -2025\” અંતર્ગત ગુજરાતની જળ સીમા, થલ સીમા અને જનજાતિ વિસ્તારના ગામોને જાણવા તેમજ કુદરતી સૌંદર્યનો અદ્ભુત દ્રશ્યોના ખજાનાની મજા માણવા છેવાડાના ગ્રામ્ય જીવનની અનુભૂતિ માટે સમગ્ર રાજ્યમાં 14 જેટલા સ્થાનો પર 5થી 9 મે સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 14 બેઝ કેમ્પ બનાવવામાં આવ્યા છે. તેમાં કુલ 1200થી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે.
ત્યારે પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાના તાજપુરાને બેઝ કેમ્પ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. તેમાં રાજ્યના અલગ-અલગ 7 જિલ્લામાંથી 80થી વધુ વિધાર્થીઓ જોડાયા છે. તમામ વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવનને નજીકથી જાણવા માટે દરરોજ 2 ગામોમાં લઈ જવામાં આવી રહ્યા છે, વિધાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોના લોકોનું જીવન નજીકથી જાણીને તેનો ભવ્ય વારસો માણી શકે તે માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

