Saurashtra Satya
ભારત

વન રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે વિકાસકામનું લોકાર્પણ

સુરતના ઓલપાડમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ગઈકાલે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરાયું.

સુરતના ઓલપાડમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ગઈકાલે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરાયું. શ્રી પટેલે ઓલપાડના સેનાખાડી ખાતે અંદાજે પાંચ કરોડ 80 લાખના ખર્ચે નવનિર્મિત ચાર માર્ગીય બાયપાસ માર્ગનું લોકાર્પણ કરતાં કહ્યું, આનાથી ઓલપાડ ગામતળના બજાર વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે તથા ગામતળ વિસ્તારમાં થતા અકસ્માત ઘટશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સુરતથી કીમ સુધીના માર્ગને છ માર્ગીય કરાશે તેમ શ્રી પટેલે ઉમેર્યું.

તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ઓલપાડમાં એક સો પથારીની નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરાશે.

શ્રી પટેલે ઓલપાડ ખાતે એસ.ટી. ડેપોના વર્કશોપ તેમજ  તાલુકામાં ભુગર્ભ સંપ, પંમ્પીગ મશીનરી, ફ્લડ પ્રોટેક્શન વોલ, તળાવ બ્યુટીફીકેશન, આંતરિક પાણી વિતરણ અને રોડના કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યું.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More