સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 3 દિવસ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે આંધી અને ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે
સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 3 દિવસ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે આંધી અને ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં ખાસ ઉત્તરાખંડમાં તો આજથી 20 તારીખ સુધી વાવાઝોડુ અને કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા કેટલાય દિવસથી ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આજથી કાશી, રુદ્રપ્રયાગ અને ચમૌલી સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન છે.
માત્ર વરસાદ જ નહિં પરંતુ આ જિલ્લાઓમાં વિજળી પડવાની પણ આગાહી છે. SDRFએ લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.
વાવાઝોડા અને વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. પર્યટકોને આ વિસ્તારમાં ન આવવા ચેતવણી અપાઈ છે….

