Saurashtra Satya
ગુજરાત

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક

ગાંધીનગરમાં આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાશે.

ગાંધીનગરમાં આજે સવારે મંત્રીમંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે, બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના મામલે બેઠકમાં ચર્ચા કરાશે. દરમિયાન અંદાજપત્ર સત્ર બાદ વિભાગોની નવી યોજનાઓની અમલવારી અંગે પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત ઉનાળા દરમિયાન રાજ્યના જળાશયો અને પાણીની સ્થિતિ સંદર્ભે પણ સમીક્ષા કરાશે. રામનવમી સહિતના તહેવારને લઈ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાની પણ ચર્ચા મંત્રીમંડળની બેઠકમાં કરાશે.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More