Saurashtra Satya
ગુજરાત

ગુજરાતના દરિયાકાંઠેથી ફરી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું

રાજ્યના દરિયાકિનારેથી ફરી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ગુજરાત કોસ્ટગાર્ડ અને ATSએ કાર્યવાહી કરીને 1800 કરોડની કિમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે..

રાજ્યના દરિયાકિનારેથી ફરી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ગુજરાત કોસ્ટગાર્ડ અને ATSએ કાર્યવાહી કરીને 1800 કરોડની કિમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે…

પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાંથી આ ડ્રગ્સ મળ્યું છે. ATSને મળેલ બાતમી મુજબ, IMBL નજીક મોડી રાત્રે એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. બોટમાં સવાર લોકોને જાણ થતા જ તમામ ડ્રગ્સ પાણીમાં ફેંકીને સરહદ પાર કરીને ભાગી ગયા હતા.

આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરી જાણકારી આપી હતી. તો આ સમગ્ર બાબતે ATS આજે 11.30 કલાકે પત્રકાર પરિષદ સંબોધશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More