ટ્રમ્પના નવા ટેરિફ પગલાં પર વૈશ્વિક પ્રતિસાદ: બ્રિટન-રશિયાનો વિરોધઅમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ, યુરોપિયન શેરબજારો ગઈકાલે ચોથા સત્રમાં ઘટાડા પર આવ્યા, અને વૈશ્વિક નેતાઓએ ટ્રમ્પના પગલાંનો વિરોધ કર્યો.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં ટેરિફની જાહેરાત બાદ યુરોપિયન શેરબજારો ગઈકાલે સતત ચોથા સત્રમાં ઘટ્યા હતા. દરમિયાન, વધતા વેપાર તણાવને પગલે વૈશ્વિક શેરબજારોમાં ઉથલપાથલ વચ્ચે, વિશ્વભરના નેતાઓએ ટ્રમ્પના ટેરિફ પગલાંનો વિરોધ કર્યો છે.
બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે કહ્યું છે કે તાજેતરમાં બ્રિટિશ માલ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ટેરિફ વૈશ્વિક અર્થતંત્ર અને બ્રિટનના ઔદ્યોગિક ક્ષેત્ર બંને માટે ગંભીર ખતરો છે.
રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે અમેરિકા પર વૈશ્વિક આર્થિક સ્થિરતાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો.
દરમિયાન, બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક પત્ર મોકલ્યો છે. પત્રમાં બાંગ્લાદેશી ઉત્પાદનો પર 37 ટકા યુએસ પારસ્પરિક ટેરિફ ત્રણ મહિના સુધી મુલતવી રાખવા વિનંતી કરી છે

