Saurashtra Satya
ગુજરાત

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન ભારતની મુલાકાતે

દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના નાયબ પ્રધાનમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમ બે દિવસની ભારત મુલાકાતે આજે નવી દિલ્હીમાં આવ્યા છે.

દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના નાયબ પ્રધાનમંત્રી તથા સંરક્ષણમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમ આજે ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે.

દિલ્લી હવાઈ મથકે રાજ્યમંત્રી સુરેશ ગોપી દ્વારા તેમનું કરવામાં આવ્યું હતું. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ઉચ્ચ સ્તરીય વ્યાપારી પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના માટે કાર્યકારી લંચનું આયોજન કરશે. દુબઈના ક્રાઉન પ્રિન્સ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરશે.

તેઓ સાંજે મુંબઈ જશે અને બંને પક્ષોના અગ્રણી વ્યાપારી નેતાઓ સાથે રાઉન્ડ ટેબલમાં ભાગ લેશે. ક્રાઉન પ્રિન્સની આ મુલાકાત ભારત-યુએઇ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને દુબઈ સાથે બહુપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More