Saurashtra Satya
ગુજરાત

રાજયમાં 16 IAS ની બદલી કરવામાં આવી

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાને ગાંધીનગર હાયર એજ્યુકેશન વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.રાજયમાં 16 IAS ની બદલી કરવામાં આવી છે. જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાને ગાંધીનગર હાયર એજ્યુકેશન વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાત વીજ નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અરુણ મહેશ બાબુને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર નિમવામાં આવ્યા છે. ઉપરાંત મહિસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારીનીગાંધીનગરમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાંમ મિશન ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે ગુજરાત ઇન્ફરમેટિક્સના મેનેજિંંગ ડિરેક્ટર તુષાર કુમાર ભટ્ટની પાટણ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. ફીશરિઝ વિભાગના ડિરેક્ટર એન. કે મીણાની ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More