Saurashtra Satya
ગુજરાત

અમેરિકાએન ટેરિફમાં 90 દિવસ સુધી રાહત આપી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના તમામ દેશો પરની પારસ્પરિક ટેરિફ  90 દિવસ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે.  શ્રી ટ્રમ્પે કહ્યું કે, 90 દિવસની રાહત પારસ્પરિક અને 10 ટકા ટેરિફ પર લાગુ થશે.

એક મહત્વનાં ઘટનાક્રમમાં, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના તમામ દેશો પરની પારસ્પરિક ટેરિફ  90 દિવસ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ગઈ કાલે રાત્રે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે, 90 દિવસની રાહત પારસ્પરિક અને 10 ટકા ટેરિફ પર લાગુ થશે.

 

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ તેમની ટેરિફ યોજના 90 દિવસ સુધી મુલતવી રાખી રહ્યા છે, પરંતુ ચીન માટે ટેરિફ દર વધારીને 125 ટકા કરી રહ્યા છે, જે તાત્કાલિક અસરથી લાગુ થશે. શ્રી ટ્રમ્પે જણાવ્યું કે, ચીને વિશ્વના બજારોની કરેલી અવગણનાને આધારે તેઓ ચીન પરની ટેરિફમાં વધારો કરી રહ્યા છે.

શ્રી ટ્રમ્પે જણાવ્યું કે, 75 દેશોએ અમેરિકા સાથેના વેપાર અસંતુલનને દૂર કરવા અપનાવેલા નમ્ર અને સક્રિય અભિગમને જોઇને તેઓ આ રાહત આપી રહ્યા છે.

દરમિયાન ચીને અમેરીકાથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ પર 84 ટકાનો વઘારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ચીનનાં નાણા મંત્રાલયે જણાવ્યું હતુ કે, આ નવા ચાર્જ આજે મધ્યરાત્રિથી લાગુ થશે.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More