લોકસભામાં આજે ગોવામાં અનુસુચિત જાતિના પ્રતિનિધિત્વ અંગેનું બિલ રજૂ થશે અને ચર્ચા બાદ પસાર કરવામાં આવશે.
આજે સંસદના બજેટ સત્રનો અંતિમ દિવસ છે. લોકસભામાં આજે ગોવામાં અનુસુચિત જાતિના પ્રતિનિધિત્વ અંગેનું બિલ રજૂ થશે અને ચર્ચા બાદ પસાર કરવામાં આવશે. તેમજ પ્રશ્નકાળ દરમિયાન વિવિધ મંત્રાલયો સંબંધિત પ્રશ્નોત્તરી કરવામાં આવશે.
આ અગાઉ ગતરોજ સંસદમાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સાથે જોડાયેલો બંધારણીય પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવી તે સરકારની પ્રાથમિકતા છે. અને નવેમ્બર માસ પછી મણિપુરમાં કોઈ હિંસાના અહેવાલ નથી. તેનાં કરતા ંવધારે હિંસા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન થઈ છે.

