લોઅર કોર્ટમાં કોર્ટ આસિસ્ટન્ટ અને લેબર તેમજ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં આસિસ્ટન્ટ કમ કેશિયરની પોસ્ટ માટે પસંદગી પામેલા ઉમેદવારોનું ગઈકાલે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાની લોઅર કોર્ટમાં કોર્ટ આસિસ્ટન્ટ અને લેબર તેમજ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં આસિસ્ટન્ટ કમ કેશિયરની પોસ્ટ માટે વર્ષ 2022 માં ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં પસંદગી પામેલા ઉમેદવારોનું ગઈકાલે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યની જુદી જુદી જિલ્લા કોર્ટમાં કોર્ટ આસિસ્ટન્ટ તરીકે કે 1526 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. 146 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું છે. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ અને લેબર કોર્ટમાં આસિસ્ટન્ટ કમ કેશિયરની પોસ્ટ માટે 78 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં 10 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું છે.

