Saurashtra Satya
ભારત

ભાવનગર: આતંકી હુમલામાં પિતા પુત્રના મોતથી પરિવાર ભાંગી પડ્યો

જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગઈકાલે થયેલા આતંકી હુમલામાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતિષ પરમાર અને સ્મિત પરમારના મોતની પુષ્ટિ કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગઈકાલે થયેલા આતંકી હુમલામાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતિષ પરમાર અને સ્મિત પરમારના મોતની પુષ્ટિ કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

ગઈકાલના હુમલામાં યતિષ પરમાર અને સ્મિત પરમારના મિસિંગ હોય જ્યારે યતિષ ભાઈના પત્ની કાજલ બેન હોટેલ પર સલામત પહોંચી ગયા હોય જ્યારે પતિ અને પુત્રની ચિંતામાં વ્યાકુળ પત્નીએ તંત્રની મદદ માંગી હતી.

જો કે, મોડી રાત્રી સુધી પિતા પુત્રને ત્યાંની કોઈ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોવાની વિગતોથી પરિવારને એક આશ હતી.પરંતુ વહેલી સવારે મૃતકો ની નવી યાદીમાં પિતા પુત્ર ના નામ જાહેર થતા પરિવાર ભાંગી પડ્યો હતો.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More