ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે આવેલા ગંભીરા નદી પુલનો એક ભાગ તૂટી પડતાં ભારે અકસ્માત સર્જાયો છે. બ્રિજ તૂટતા 4 વાહન મહીસાગર નદીમાં પડ્યા છે અને અત્યાર સુધી 9 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તે સાથે પાદરા પોલીસે પણ ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. છે, જ્યારે 3 લોકોનું રેસ્કયુ કરાયું છે. આ પુલ વડોદરા અને આણંદને જોડે છે અને દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મુખ્ય માર્ગ છે. વર્ષ 1985માં નિર્માણ પામેલો આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોના સતત પરિવહનને કારણે જર્જરિત સ્થિતિમાં હતો.
પાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર ભંગાણના કારણે બે ટ્રક, એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. વર્ષો જૂનો બ્રિજ લાંબા સમયથી ખખડધજ હાલતમાં હતો. સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.
સોમવારની સવારે અચાનક બ્રિજનો મધ્યભાગ તૂટી પડતાં તે પર ચાલતા બે ટ્રક, એક પિકઅપ વાન સહિત કુલ 4 વાહનો સીધા મહીસાગર નદીમાં ખાબક્યા છે. ઘટનાના તરત પછી આસપાસના લોકો ટોળાં તરીકે સ્થળ પર દોડી ગયા અને તાત્કાલિક પોલીસ અને બચાવ ટીમને જાણ કરવામાં આવી છે.

