વિપ્રો અને ઈન્ડસિન્ડ બેંક 3-3% તૂટ્યાં છે. સેબીના એક આદેશને પગલે આજે બીએઅઈનો શેર 17% ઉછળ્યો હતો.
શેરબજારમાં સપ્તાહના અંતે મંદ ચાલ જોવા મળી હતી. આજે સેન્સેકસ 191 અંક ઘટીને 77,414 તો નિફટી 72 અંક નીચે 23,519ના લેવલે બંધ આવ્યા છે.
બીએસઈ મિડકેપ ઈન્ડેકસ 0.68 તો સ્મોલકેપ ઈન્ડેકસ 0.35 ટકા નીચે બંધ આવ્યા છે. FMCG અને ઓઈલ એન્ડ ગેસ સિવાય તમામ સેક્ટર ઘટીને બંધ આવ્યા છે.
વિપ્રો અને ઈન્ડસિન્ડ બેંક 3-3% તૂટ્યાં છે. સેબીના એક આદેશને પગલે આજે બીએઅઈનો શેર 17% ઉછળ્યો હતો.
કોમોડિટી પર નજર કરીએ તો સોના-ચાંદીમાં આગઝરતી તેજી છે અને ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા છે. સોનું 400 રૂપિયા વધીને 88,800 તો ચાંદી 300 રૂપિયા વધીને 1 લાખ 1 હજાર 600ને પાર નીકળી છે.