નવી દિલ્હી
લંડનમાં, પાવર સબ સ્ટેશનમાં ભીષણ આગ લાગ્યા બાદ હીથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ કરી દેવાયું છે. આગનાં કારણે વીજળી ગુલ થઈ ગઈ અને સોળ હજારથી વધુ ઘરોમાં અંધારપટ છવાઇ ગયો છે. વીજળી ગુલ થવાના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક પર કામગીરી ખોરવાઈ ગઈ અને વિમાનોની અવરજવર પર માઠી અસર થઇ છે.
આજે સવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોને મુસાફરી ન કરવાની અને વધુ વિગતો માટે તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપી છે. સ્થાનિક મીડિયા અનુસાર, 150 થી વધુ લોકો પણ અન્યત્ર ખસેડાયા હતા.

