દાદરા નગર હવેલી નગરપાલિકા દ્વારા “પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી 2.0″ની નોંધણી પ્રક્રિયા શરૂ થશે. કોઈપણ ખાનગી સંસ્થા અથવા વ્યક્તિને પૈસા લેવાની પરવાનગી નહીં, ગુનાઓની રિપોર્ટિંગ માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો સૂચન.
દાદરા નગર હવેલી નગરપાલિકા દ્વારા નાગરિકોને જાણ કરવામાં આવી છે કે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા “પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી 2.0” નું આરંભ થવા જઈ રહ્યો છે. આ યોજનાનો લાભ દાદરા નગર હવેલી વિસ્તારના નાગરિકો માટે વહેલી તકે ઉપલબ્ધ થશે, અને તેની નોંધણી પ્રક્રિયા નગરપાલિકા દ્વારા શરુ કરવામાં આવશે.
આ યોજનામાં પાલિકા દ્વારા નિઃશુલ્ક ઓફલાઇન અને ઓનલાઈન સર્વેક્ષણ હાથ ધરાશે, જેમાં લાયક લાભાર્થીઓ પોતે પણ વેબ પોર્ટલ મારફતે ઓનલાઈન નોંધણી કરી શકશે. નગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરાયું છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈપણ ખાનગી સંસ્થા કે વ્યક્તિને કમિશન અથવા પૈસા આપવના નહીં.
નગરપાલિકાએ જણાવ્યું કે, “પીએમએવાય-યુ 2.0” મિશન અંતર્ગત લાભ મેળવવા માટે પૈસા એકત્ર કરવા માટે કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા અધિકૃત નથી.
જો કોઈ વ્યક્તિ નાગરિકોથી પૈસા લેતા અથવા અરજી કરાવવાનો પ્રયાસ કરે, તો તે પોતાના જોખમ પર થશે. આ પ્રકારની ઘટનાઓની ગુનાની રિપોર્ટિંગ માટે નગરપાલિકા દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
આ યોજના માટે નાગરિકોની સરળતા અને સુવિધા માટે નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવશે.

